લખનઉ, તા. 30 : પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન રિતુપર્ણા દાસ ખૂબ પ્રયાસ કરવા છતા સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિંટન ટૂર્નામેન્ટમાં થાઈલેન્ડની ફિતાયાપોર્ન ચાઈવાન સામે હારીને પ્રતિયોગિતામાંથી બહાર થઈ છે. રિતુપર્ણાને 39 મિનિટ ચાલેલા મહિલા એકલ સેમીફાઈનલમાં ચાઈવાન સામે 22-24, 15-21થી હારનો સામનો કરવો પડયો હતો. રિતુપર્ણાની ચાઈવાન સામે આ બે મેચમાં બીજી હાર હતી. આ અગાઉ ગયા વર્ષે વિયેતનામ ઓપનમાં પણ રિતુપર્ણાને થાઈલેન્ડની ખેલાડીએ હરાવી હતી.
સૈયદ મોદી ટુર્નામેન્ટનાં સેમીફાઈનલમાં હારી રિતુપર્ણા
