લાથમ સ્કોરમાં માત્ર ચાર રન ઉમેરી શક્યો

લાથમ સ્કોરમાં માત્ર ચાર રન ઉમેરી શક્યો
હેમિલ્ટન  ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ 375 રનમાં ઓલઆઉટ : ન્યૂ ઝીલૅન્ડના 375 રન સામે પ્રવાસી ઈંગ્લૅન્ડના બે વિકેટે 39 રન
હેમિલ્ટન, તા. 30: હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે બીજા દિવસે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 375 રન ઓલઆઉટના જવાબમાં ઈંગ્લેન્ડે રમત બંધ રહી ત્યારે બે વિકેટ ગુમાવીને 39 રન કર્યા હતા. બર્ન 24 રન સાથે અને કેપ્ટન રુટ 6 રન સાથે રમતમાં હતા. આવતીકાલે ત્રીજા દિવસની રમત ઈંગ્લેન્ડ માટે ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. કારણ કે ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ કરતા વધુ રન બનાવવા પડશે. પ્રથમ ટેસ્ટ મેચમાં હાર ખાધા બાદ પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ ઉપર દબાણ વધી ગયું છે. અગાઉ હેમિલ્ટન ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ વિલન બનતા માત્ર 54.3 ઓવરની રમત શક્ય બની હતી. આ ગાળા દરમિયાન ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. આજે ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટે 173 રનથી આગળ રમતા ઓપાનિંગ બેટ્સમેન લાથમ કોઈ વધારે રન ઉમેર્યા વગર 105 રનમાં આઉટ થઈ ગયો હતો. ગઈકાલના સ્કોરમાં તે માત્ર ચાર રન ઉમેળી શક્યો હતો. જ્યારે નિકોલસ પણ સસ્તામાં આઉટ થયો હતો. માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને 65 રને જીત મેળવીને શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. વેટાલિંગે ધરખમ બાટિંગ જારી રાખી હતી અને બેવડી સદી ફટકારી હતી. વેટાલિંગે 24 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 205 રન બનાવ્યા હતા. જ્યારે સેન્ટનરે પણ 126 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સાતમી વિકેટની ભાગીદારીમાં 261 રન ઉમેર્યા  હતા. સેન્ટનરે 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, છેલ્લી  છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડની એક પણ ટેસ્ટમાં હાર થઇ નથી. રોસ ટેલરે હેમિલ્ટનમાં 18 ટેસ્ટ સદી પૈકી પાંચ સદી ફટકારી છે. આ ટેસ્ટમાં ગઈકાલે ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિગ કરવાનો નિર્ણય કર્યો હતો. રુટે ટોસ જીત્યા બાદ વરસાદગ્રસ્ત માહોલમાં ફિલ્ડિગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટીમમાં મિશેલનો સમાવેશ કરાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer