સ્ટીવ સ્મિથના સૌથી ઝડપી 7000 રન

સ્ટીવ સ્મિથના સૌથી ઝડપી 7000 રન
126મી ઈનિંગમાં 7000 રન કરી 73 વર્ષ જૂનો વોલી હેમંડનો રેકર્ડ તોડયો 
એડિલેડ, તા. 30 : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે શનિવારે પાકિસ્તાન સામે શ્રેણીના બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે એક ઉપલબ્ધી પોતાના નામે કરી હતી. 30 વર્ષના સ્મિથે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 7000 રન પુરા કરવાનો વિક્રમ બનાવ્યો છે. સ્મિથે પોતાના 70મા ટેસ્ટ મેચની 126મી ઈનિંગમાં 7000 રન પૂરા કરીને વોલી હેમંડના 73 વર્ષ જૂના રેકર્ડને તોડયો હતો. 
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વોલી હેમંડે ભારત સામે ઓવલમાં 1946મા રેકોર્ડ બનાવ્યો હતો. હેમંડે 131 ટેસ્ટ ઈનિંગમાં 7000 રન પુરા કર્યા હતા. ભારતનો ધુંઆધાર ઓપનર વીરેન્દ્ર સહેવાગ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. સહેવાગે 79 મેચ અને 134 ઈનિંગમાં 7000 રન પુરા કર્યા હતા. ગેરી સોબર્સ, કુમાર, સંગાકારા અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 138 ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં 7000નો આંકડો પાર કર્યો હતો.
ટેસ્ટમાં ઝડપી 7000
સ્ટીવ સ્મિથ    70      126
વોલી હેમંડ      80     131
વીરેન્દ્ર સહેવાગ 79    134
સચીન તેંડુલકર 85    136
ગેરી સોબર્સ     79      138
કુમાર સંગાકારા 83     138
વિરાટ કોહલી   81      138

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer