ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પૅકેજ સોમવારે?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાની મહાવિકાસ આઘાડી મંગળવારે પૂર-દુકાળ અને માવઠાથી પાયમાલ થનારા ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું પૅકેજ મંગળવારે જાહેર કરે એવી સંભાવના છે. ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદના સોગંદ લીધા બાદ પહેલી કૅબિનેટ મિટિંગ યોજી હતી. આ મિટિંગ બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે મેં મુખ્ય સચિવ અજોય મહેતાને ખેડૂતોની અગાઉની સહાયનું શ્વેતપત્ર આપવાનું જણાવ્યું છે. આ શ્વેતપત્ર મળ્યા બાદ અમે ખેડૂતોના સહાય પૅકેજ જાહેર કરીશું. હવે ઉદ્ધવ ઠાકરે સરકારે વિશ્વાસનો મત જીતી લીધો હોવાથી રાજ્ય સરકાર ખેડૂતોની સહાય અંગે વિધાનસભાના સ્પીકરની આવતી કાલની ચૂંટણી અંગે નિર્ણય લે એવી સંભાવના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer