લવયાત્રી સલમાન સામેના તમામ કેસ કાઢી નાખતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 30 : સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ `લવયાત્રી' ધાર્મિક લાગણી દુભાવતી હોવાનું જણાવી અભિનેતા સામે થયેલા તમામ કેસ સુપ્રીમ કોર્ટે બંધ કરવાની સાથે જણાવ્યું હતું કે એની સામે કોઈ જબરદસ્તી કરાશે નહીં.
સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યા બાદ 2018માં ફિલ્મ રિલીઝ થયા બાદ દેશમાં અનેક સ્થળે કેસ નોંધાવવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે વચગાળાનો આદેશ આપી સલમાનને રાહત આપી હતી.
ફિલ્મનું નામ અગાઉ `લવરાત્રી' રખાયું હતું જે નિર્માતાઓએ બદલી એને મળતું આવતું `લવયાત્રી' નામ રાખ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer