હૉંગકૉંગમાં તોફાનોને કારણે હીરાનાં વેપારને અસર

સુરત, તા. 30 : હૉંગકૉંગની સ્વાયતત્તા મુદે્ સ્થાનિકો દ્વારા આંદોલન છેડાતાં અગાઉ પણ હીરાનાં વેપારને મોટી અસર થઈ હતી. હીરા-ઝવેરાત ઉદ્યોગનાં સૌથી મોટા ટ્રેડ શોને પણ લંબાવવો પડયો હતો. દોઢેક માસથી હૉંગકૉંગમાં આંદોલનકારીઓ શાંતિથી ધરણા-પ્રદર્શન કરી રહ્યા હતા. એવામાં પાછલાં એક સપ્તાહથી આંદોલનકારીઓ ફરી તોફાને ચઢતાં હીરા-ઝવેરાતનાં વેપારને મોટી અસર થઈ છે. હીરાનાં ગુજરાતી વેપારીઓ પોતાના શો-રૂમમાં જતાં ગભરાય રહ્યા છે. હૉંગકૉંગની યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા ટનલો બંધ કરી દેવામાં આવતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ચઢયા છે. તેમ જ ચાલુ સપ્તાહમાં મોટાભાગનાં દિવસોમાં હૉંગકૉંગની મુખ્ય બજારો સદંત્તર બંધ રહી હતી. 
સુરત અને મુંબઈનાં હીરાનાં ગુજરાતીઓ હૉંગકૉંગમાં શો-રૂમ ધરાવે છે. સુરતનાં કેટલાય વેપારીઓ સીધો હૉંગકૉંગમાં પૉલિશ્ડ ડાયમંડનો વેપાર કરે છે. ભારત અને હૉંગકૉંગ વચ્ચેનો કુલ વેપાર રૂા. 24583 કરોડ રહ્યો છે જે વર્ષ 2018ની સરખામણીએ 5.49 ટકા ઓછો થયો છે, જેમાં હીરા-ઝવેરાત ઉદ્યોગનાં વેપારને મોટો ફટકો પહોંચ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer