વિદેશી હૂંડિયામણની અનામત વધીને 448.6 ડૉલર

મુંબઈ, તા. 30 : વિદેશી હૂંડિયામણની અનામત 22 નવેમ્બર, 2019ના પૂરાં થયેલા સપ્તાહ માટે 3470લાખ ડૉલર વધીને 448.6 અબજ ડૉલરની થઈ હતી. જે તેના આગલા સપ્તાહ માટે 4410 લાખ ડૉલર વધીને 448.29 અબજ ડૉલર નોંધાઈ હતી. હૂંડિયામણની અનામતમાં વૃદ્ધિ માટે વિદેશ ચલણના અસ્ક્યામતોમાં વૃદ્ધિ મનાય છે. જે સૂચિત સપ્તાહ માટે 2540 લાખ ડૉલર વધીને 416.725 અબજ ડૉલર થઈ હતી.
સૂચિત સપ્તાહ માટે સોનાની અનામત 870 લાખ ડૉલર વધીને 26.796 અબજ ડૉલરની થઈ હતી. તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) આઈએસએફ સાથે 50 લાખ ડૉલર વધીને 1.44 અબજ ડૉલર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer