એઇમ્સનાં ખાતામાંથી 12 કરોડ ઉપડી ગયાં

નવી દિલ્હી, તા.30: દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓએ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ્સથી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ દ્વારા કરોડો રૂપિયાની ચપેટ લગાવ્યા બાદ આ ઘટના વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સૂચિત કરાવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer