સિયાચીનમાં 18,000 ફૂટે હિમસ્ખલન બે જવાન શહીદ

શ્રીનગર, તા. 30 : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયામાં આવેલા બરફના તોફાનમાં બે જવાન શહીદ થયા છે. ભારતીય સેનાના કહેવા પ્રમાણે જવાનો દક્ષિણી સિયાચિન ગ્લેશિયરમાં 18,000 ફૂટની ઉંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હિમસ્ખલન થયું હતું અને બરફના પહાડ નીચે દબાઈ જવાથી બે જવાનો શહીદ થયા હતા. સેનાએ કહ્યું હતું કે, રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા જવાનોને બહાર કાઢ્યા હતા. 
થોડા દિવસ પહેલા પણ ભીષણ હિમસ્ખલનમાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા. તેમજ બે પોર્ટરે પણ જીવ ગુમાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer