ભૂતપૂર્વ પ્રધાન તુકારામ દિધોલેનું નિધન

નાશિક, તા. 30 : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન તુકારામ દિઘોલેનું 77 વર્ષની વયે આજે સવારે નાશિકની ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું હતું. 
દિઘોલેના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. તેમણે 1985થી 1999 સુધી નાશિકના સિન્નર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિવસેના - ભાજપના ગઠબંધન દરમિયાન 1995 થી 1999 સુધી તેઓ વીજળી અને ગ્રામીણ વિકાસના પ્રધાન રહ્યા હતા. તેઓ નાશિક જિલ્લા કેન્દ્રીય સહકારી (એનડીસીસી) બૅન્કના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને નાશિક સહકારી સાકર ફેક્ટરીના ભૂતપૂર્વ અધ્યક્ષ રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer