રાજકોટમાં પરિવાર સાથે સુતેલી બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્મર્ક આચર્યું

રાજકોટ, તા.30 :  શહેરમાં પેટીયુ રળવા આવેલા બાબરાના મજૂર પરિવારની માસુમ બાળકી રાત્રીના પરિવાર સાથે સુતી હતી ત્યારે નરાધમ શખસે અપહરણ કરી ગોદડામાં વીંટાળી નાળા નીચે લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ આચરી નાસી છૂટયાનો કિસ્સો પોલીસમાં નોંધાતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને અધમ કૃત્ય આચરનાર નરાધમ સામે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, મૂળ બાબરાના ંઅને હાલમાં રાજકોટના ભાવનગર રોડ પરના જેટકો જીઈબી પાસેના આરએમ.સી નાના બગીચા પાસે ખુલ્લા મેદાનમાં રહેતો પરિવાર રાત્રીના સુતો હતો ત્યારે મજૂર પરિવારની આઠ વર્ષની પુત્રીનું એક નરાધમ શખસ ગોદડામાં વીંટાળી અપહરણ કરી ગયો હતો અને કન્ઝવન્સી વિભાગ પાસે આવેલા નાળા નીચે લઈ જઈ છરી બતાવીને દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન માસુમ બાળકીનો નાનો ભાઈ રડતો હોય તેના દાદા જાગી ગયા હતા અને પુત્રવધૂને બાળકને સુવડાવી દેવાનું કહ્યું હતુ. દરમિયાન બે પુત્રો અને ત્રણ પુત્રી પૈકીની એક આઠ વર્ષની પુત્રી ગુમ જણાતા તાકીદે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ નહીં મળતા થોરાળા પોલીસમાં પરિવાર પહોંચી બાળકી ગુમ થઈ ગયાની જાણ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer