આજથી ફોનબિલ મોંઘું વીમા નિયમ બદલ્યા

નવી દિલ્હી, તા. 30 : વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરની શરૂઆત થઇ છે. કાલે પહેલી ડિસેમ્બરથી તમારી રોજબરોજની જિંદગીથી જોડાયેલી અનેક ચીજો બદલી જશે. ફોન બિલ મોંઘું થશે, તો પેન્શન અને વીમાથી જોડાયેલા નિયમ પણ બદલી જશે.
કાલે પહેલી ડિસેમ્બરથી મોબાઇલ ટેરિફ મોંઘા થવાના નક્કી છે. ગત દિવસોમાં વોડાફોન-આઇડિયા, એરટેલ ઉપરાંત રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. ટેલિફોન સેક્ટરના લોકોના કહેવા મુજબ કંપનીઓ ટેરિફમાં 10થી 15 ટકાનો વધારો કરશે.
પહેલી ડિસેમ્બર એટલે કે કાલથી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા) વીમા નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે. નવા નિયમો અંતર્ગત એલઆઇસી સહિત અન્ય વીમા કંપનીઓનું પ્રિમિયમ થોડું મોંઘું થઇ શકે છે. તો ગેરંટીડ રિટર્ન થોડું ઓછું થઇ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer