અયોધ્યા કેસમાં બધા પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં વૈકલ્પિક નોંધ પ્રસ્તુત કરી

અયોધ્યા કેસમાં બધા પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં વૈકલ્પિક નોંધ પ્રસ્તુત કરી
નવી દિલ્હી, તા. 19 : અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારોએ સુપ્રિમ કોર્ટમાં સંયુક્ત રૂપે `મોલ્ડીંગ ઓફ રિલીઝ' ઉપર પોતાની વૈકલ્પિક માંગણી સીલબંધ કવરમાં રજૂ કરી દીધી છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ પણ `મોલ્ડીંગ ઓફ રિલીફ' ઉપર પોતાની વૈકલ્પિક માગણી રજૂ કરી દીધી છે. મોલ્ડીંગ ઓફ રિલીઝનો અર્થ એ છે કે `કોર્ટને એમ કહેવું કે જો અમારો પહેલાનો દાવો માનવામાં ન આવે તો નવા દાવા ઉપર વિચાર કરવામાં આવે.' હકીકતમાં કોર્ટે અયોધ્યા મામલામાં ચૂકાદો સુરક્ષિત રાખતી સમયે બધા પક્ષકારોને `મોલ્ડીંગ ઓફ રિલીફ' અંગે ત્રણ દિવસમાં નોંધ રજૂ કરવા જણાવ્યું હતું.
રામ જન્મભૂમિ પુનરોધ્ધાર સમિતિએ પણ `મોલ્ડીંગ ઓફ રિલીફ'ની લેખિત નોંધમાં કહ્યું છે કે વિવાદિત જમીન ઉપર મંદિર અને મંદિરની દેખરેખ અને સંચાલન માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે. જ્યારે હિંદુ મહાસભાએ `મોલ્ડીંગ ઓફ રિલીફ' અંગે રજૂ કરેલી નોંધમાં કહ્યું છે કે કોર્ટ એક ટ્રસ્ટની રચના કરે જે રામમંદિરના નિર્માણ બાદ પૂરી વ્યવસ્થા સંભાળે. સુપ્રિમ કોર્ટ માટે માટે વહીવટકર્તા નીમે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં સુન્ની વકફ બોર્ડ ભલે વિવાદીત જમીન ઉપરનો દાવો જતો કરવા તૈયાર હોય પણબાકીના મુસ્લિમ પક્ષકારો કોઇ સમજુતિ માટે તૈયાર નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer