સેનાને પહેલી વખત મળ્યાં દેશમાં જ બનેલાં બુલેટપ્રૂફ જેકેટ

સેનાને પહેલી વખત મળ્યાં દેશમાં જ બનેલાં બુલેટપ્રૂફ જેકેટ
નવી દિલ્હી, તા. 19 : ભારતીય સેનાને પહેલી વખત દેશમાં બનેલા 40,000 બુલેટપ્રૂફ જેકેટની આપૂર્તિ કરવામાં આવી છે. આ જેકેટની પહેલી ખેપ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશનમાં જોડાતા સૈનિકોને મળશે. બુલેટપ્રુફ જેકેટ બનાવતી કંપની એસએમપીપી પ્રાઈવેટ લિમીટેડ તરફથી મેજર જનરલ અનિલ ઓબેરોયે કહ્યું હતું કે, કંપની સમય પહેલા જ પુરો ઓર્ડર સોંપશે. સરકારે ઓર્ડર પુરો કરવા માટે કંપનીને 2021 સુધીનો સમય આપ્યો છે પણ 2020ના અંત સુધીમાં જ તમામ જેકેટ બનીને તૈયાર થઈ જશે.  
મેજર ઓબેરોયના કહેવા પ્રમાણે પહેલા વર્ષે સેના માટે 36000 બુલેટપ્રૂફ જેકેટ પુરા પાડવાના હતા. પરંતુ કંપની આ ટોર્ગેટમાં આગળ ચાલી રહી છે. દેશમાં જ બનેલા બુલેટપ્રૂફ હાર્ડ સ્ટીલથી બનેલી ગોળીઓને રોકી શકે છે. એટલે કે એકે 47 જેવા હથિયારો બુલેટપ્રૂફ જેકેટ સામે બેઅસર રહેશે. અત્યારે જેકેટને કાનપુર સ્થિત સેન્ટ્રલ ઓડિનેન્સ ડિપો પહોંચાડવામાં આવ્યા છે અને ત્યાંથી જમ્મુ રવાના કરવામાં આવશે. 
સેનાને આધુનિક અને હળવા બુલેટપ્રૂફ જેકેટ આપવા માટે રક્ષામંત્રાલય દ્વારા ગયા વર્ષે એસએમપીપી સાથે 639 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ સેનાને 1.86 લાખ જેકેટ મળશે. દેશમાં જ બનેલા બુલેટ પ્રૂઝ જેકેટ બોરોન કાર્બાઈડ સીરામિકથી તૈયાર કરવામાં આવ્યા છે. જે સુરક્ષા માટે સૌથી મળવું અને સારૂ મટિરિયલ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer