ભાજપ યુબીઆઈના આંકડા માગતે તો તેને પણ આપતે અભિજિત બેનરજી

ભાજપ યુબીઆઈના આંકડા માગતે તો તેને પણ આપતે અભિજિત બેનરજી
મેન્યુફેકચરિંગ ક્ષેત્ર પરની નબળી પકડના કારણે ચીનથી પાછળ રહી ગયા : વ્યાજદર/કૉર્પોરેટ ટૅક્સમાંના ઘટાડાથી વિકાસની રફતાર તેજ નહીં થાય
કોલકાતા, તા.19: કોંગ્રેસ ઉપરાંત જો ભાજપે ય અમારી પાસે યુનિવર્સલ બેસિક ઈન્કમ  (યુબીઆઈ)ના આંકડા મારી પાસે માગ્યા હોત તો અમે તેઓને ય આપ્યા હોત, એમ અર્થશાત્ર માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર અર્થશાત્રી અભિજીત બેનર્જી  તેમનાં પત્ની અસ્તેય ડિફલોએ જણાવ્યું હતું. કોંગ્રેસની `ન્યાય' યોજનાના સૂત્રધાર રહેલા બેનર્જી અને અસ્તેયે જણાવ્યું હતું કે `સારી આર્થિક નીતિઓને રાજનીતિક પૂર્વગ્રહની બહાર રાખવી જોઈએ. અમે એક અચ્છા બ્રોકરની ભૂમિકા નિભાવવા માગીએ છીએ અને તે અમારી ઓળખ છે. કોંગ્રેસે મને બહુ વાજબી સવાલ કર્યો હતો ``ગેરંટીડ આવક લાગુ કરવામાં કેટલો ખર્ચ આવે ?'' ભાજપએ અમારી પાસે જો એ આંકડા માગ્યા હોત તો અમે તેને ય આપ્યા હોત. કોંગ્રેસનો સલાહકાર બનવા બદલ બચાવકારી સ્થિતિમાં આવી ગયાનું હોવાનું હું નથી માનતો.' એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાંની કમજોર પકડના કારણે ભારત ચીનથી પાછળ રહી ગયું છે. આ ક્ષેત્રમાં આપણે જે નથી કરી શકયા તે બંગલાદેશે કરી શકયું છે. 
અમે ગુજરાત, હરિયાણા, પંજાબ અને તમિળનાડુ સરકાર સાથે કામ કરી રહ્યા છીએ-જ્યાં વિવિધ પક્ષેાની સરકારો છે એમ જણાવી આ દંપતી ઉમેરે છે કે અમે અમારા કામમાં કોઈ વૈચારિક લડાઈ નથી લડી રહ્યા. અમે અમારા કામને પ્લંબરના કામના રૂપમાં જોઈએ છીએઁઁ. સરકાર ગરીબોને મદદ કરવા માગે તો તેમાં તેમને મદદ અને ઉકેલ આપી શકીએ છીએ.
અભિજીત એક સારા કુક છે અને તેમની યાદશકિત ખાસી તીવ્ર હોવાનું અસ્તેયે જણાવ્યું હતું.
ઉપરોકત ઈન્ટરવ્યુમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મહત્વપૂર્ણ બાબત જેમાં ચીન સફળ રહ્યું છે અને આપણે અસફળ રહ્યા છીએ તે છે શ્રમ આધારિત મેન્યુફેકચરીંગ. આપણે રીઅલ એસ્ટેટ, સર્વિસ સેકટરમાં નોકરીઓ પેદા કરી પણ મેન્યુફેકચરીંગમાં નહીં. આ ક્ષેત્રમાં લાખો લોકોને કામ મળી શકે છે, આપણે તે મિસ કરી ગયા છીએ, પરંતુ બંગલાદેશે તે ઝડપી લીધું છે.
વ્યાજ દર અને કોર્પોરેટ ટેક્ષમાંના ઘટાડાથી કંઈ વિકાસની રફતાર તેજ નથી થવાની, તેની પર તેની કોઈ અસર નથી થવાની એમ જણાવી અભિજીતે ઉમેર્યુ હતું કે સૌથી ઉચિત તરીકો છે ગરીબોના હાથમાં પૈસા આપવાનો, તેનાથી અર્થવ્યવસ્થા પુન: સંચારિત થશે અને તે જોઈ કોર્પોરેટ ટેક્ષ ફરી રોકાણ કરશે.
અભિજીત વધુ પડતા વેતનના પક્ષમાં નથી. તેમણે જણાવ્યુ હતું કે વેતનની એક સીમા હોવી જોઈએ, પરંતુ તેને લાગુ કરવાનું મુશ્કેલ છે. વધુ વેતન પર ઉચા ટેક્ષના સમર્થનમાં છું, અસમાનતા દૂર કરવા ટેક્ષ સિસ્ટમ ખપમાં લેવી રહી અને તે માટે તેમાં કાનૂની છટકબારીઓ બૂરવી રહી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer