રાજ્યમાં સુરક્ષા માટે ત્રણ લાખથી વધુ પોલીસ અને જવાનો તહેનાત

રાજ્યમાં સુરક્ષા માટે ત્રણ લાખથી વધુ પોલીસ અને જવાનો તહેનાત
મુંબઈ, તા. 19 : આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક પાર પાડવા માટે રાજ્યના ત્રણ લાખથી વધુ પોલીસ કર્મચારીઓ તેમ જ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને ફરજ સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના લૉ ઍન્ડ અૉર્ડર વિભાગના સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ અૉફ પોલીસ મિલિંદ ભારંબેના જણાવ્યા પ્રમાણે નક્સલવાદ પ્રભાવિત ગડચિરોળી જિલ્લામાં સુરક્ષા પર નજર રાખવા ત્રણ હેલિકૉપ્ટર અને ડ્રોન (રિમોટ સંચાલિત ટચૂકડાં) વિમાનો તહેનાત કરાયાં છે. આ ઉપરાંત મુંબઈની કુલ 36 બેઠકોનાં કેટલાંક મહત્ત્વનાં મતદાન કેન્દ્રો      પર નજર રાખવા ડ્રોન વિમાનોનો ઉપયોગ થશે.
મહારાષ્ટ્રના બે લાખથી વધુ પોલીસ કર્મચારીઓ ઉપરાંત સીઆઇએસએફ, સીઆરપીએફ, નાગાલૅન્ડ વિમેન પોલીસ ફોર્સ સહિત મળીને 350 કંપની, એસઆરપીએફની 100 કંપનીઓ ઉપરાંત હૉમગાર્ડના 45,000 જવાનો ચૂંટણી સંબંધી ફરજ પર તહેનાત કરાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer