2017 ફ્રેન્ચ ઓપન બાદ પહેલી વખત મરે સેમિફાઈનલમાં પહોંચ્યો

2017 ફ્રેન્ચ ઓપન બાદ પહેલી વખત મરે સેમિફાઈનલમાં પહોંચ્યો
એન્ટવર્પ, તા. 19 : દુનિયાનો પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી એન્ડી મરે રોમાનિયાના મારિયસ કોપિલ સામે ત્રણ સેટમાં મળેલી જીત સાથે 2017ના ફ્રેન્ચ ઓપન બાદ પહેલી વખત સેમીફાઈનલમાં પહોંચ્યો છે.
 બ્રિટનના 32 વર્ષિય ખેલાડીએ પગની સર્જરી બાદ વાપસી કરી છે. 
મરેએ ક્વોલીફાયર કોપિલને 6-3, 6-7, 6-4થી હરાવ્યો હતો. હવે એન્ડી મરેનો સામનો ફ્રાન્સના ઉગો હમ્બર્ટ સામે થશે. જેણે આર્જેન્ટિનાના ગુઈડો પેલાને 5-7, 6-4,  6-4થી હરાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer