બૉકિસંગમાં બિન્દ્રાએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ મેરી કોમ

બૉકિસંગમાં બિન્દ્રાએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ મેરી કોમ
નવી દિલ્હી, તા. 19 : ભારતીય સ્ટાર મહિલા બોક્સર મેરી કોમે શનિવારે ઓલિમ્પિક ચેમ્પિયન નિશાનેબાજ અભિનવ બિન્દ્રાએ નિકહત જરીનની માગણી ઉપર સમર્થન વ્યક્ત કરતા નિરાશા બતાવી છે. મેરી કોમે કહ્યું હતું કે, બિન્દ્રાએ બોકિસંગમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. અગાઉ ગુરૂવારે બિન્દ્રાએ જરીનની મેરી કોમ સામે ટ્રાયલ કરાવવાની માગણીનું સમર્થન કર્યું હતું. જો કે મેરી કોમને આ વાત પસંદ આવી નહોતી. મેરી કોમે કહ્યું હતું કે, બિન્દ્રાએ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. પરંતુ પોતે પણ ગોલ્ડ મેડલ જીત્યા છે. બિન્દ્રાએ બોકિસંગમાં દરમિયાનગીરી કરવી જોઈએ નહી.  બિન્દ્રા બોકિસંગના નિયમો જાણતો નથી. આ માટે બિન્દ્રાએ ચૂપ જ રહેવું જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer