દક્ષિણ આફ્રિકી ક્રિકેટર ફિક્સિંગમાં દોષિત પાંચ વર્ષની કેદ

દક્ષિણ આફ્રિકી ક્રિકેટર ફિક્સિંગમાં દોષિત પાંચ વર્ષની કેદ
જોહનિસબર્ગ, તા. 19 : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગુલામ બોદીને મેચ ફિક્સિંગના આરોપમાં 5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. બોદીને સ્પોટ ફિક્સિંગના આઠ મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.  ગુલામ બોદી દક્ષિણ આફ્રિકા માટે કુલ ત્રણ વનડે રમી ચુક્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ બોદીને 2015મા સ્થાનિક ટી20 મેચને ફિક્સ અને પરિણામ પ્રભાવિત કરવાની કોશિષ માટે 20 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો હતો. સીએસએએ કહ્યું હતું કે, બોદી કોઈપણ મેચને ફિક્સ કરવામાં સફળ રહ્યો નહોતો. ફિક્સિંગના આરોપમાં બોદીએ ગયા વર્ષે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે તેને પાંચ વર્ષની સજા અને 3000 રેન્ડનો દંડ ફટકાર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer