અૉલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતીય ટીમની આગેવાની કરશે મનપ્રીત અને રાની

અૉલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતીય ટીમની આગેવાની કરશે મનપ્રીત અને રાની
1 અને 2 નવેમ્બરના ભારતીય પુરુષ અને મહિલા ટીમ પ્રતિદ્વંદ્વી સામે ટકરાશે
નવી દિલ્હી, તા. 19 : હોકી ઈન્ડિયાએ આગામી એફઆઈએચ હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર માટે પુરૂષ અને મહિલા ટીમની ઘોષણા કરી દીધી છે. 18 સભ્યની પુરૂષ ટીમની આગેવાની મનપ્રીત સિંહ કરશે. જ્યારે ફોરવર્ડ એસવી સુનીલ ઉપકેપ્ટન રહેશે. બીજી તરફ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી મહિલા ટીમમાં કોઈપણ બદલાવ કરવામાં આવ્યો નથી. મહિલા ટીમની કમાન રાની પાસે રેશે. જ્યારે ઉપકેપ્ટનની જવાબદારી ગોલકિપર સવિતા પાસે છે. ભારતની પુરૂષ અને મહિલા ટીમ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં 1 અને બે નવેમ્બરના રોજ પ્રતિદ્વંદ્વી ટીમ સામે ટકરાશે.
આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમનો સામનો રશિયા સામે થશે. જ્યારે મહિલા ટીમ અમેરિકા સામે મેદાનમાં ઉતરશે. પુરૂષ ટીમમાં બે ગોલકિપર પી આર રાજેશ અને કૃષ્ણ બહાદુર પાઠક છે. કેપ્ટન મનપ્રીત ફોરવર્ડ પંક્તિની આગેવાની કરશે. જેમાં મનદીપ સિંહ, આકાશદીપ સિંહ અને રમનદીપ સિંહ સામેલ છે. પુરૂષ ટીમના કોચ ગ્રેહામ રીડે કહ્યું હતું કે, બેલ્જિયમ પ્રવાસની તૈયારીઓ બાદ ટૂર્નામેન્ટ માટે 18 સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદગી મુશ્કેલ રહી હતી. જો કે ખૂબ જ સંતુલિત ટીમની પસંદગી કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer