બ્રેક્ઝિટ 31 અૉક્ટોબરની મહેતલને વળગી રહેવા બોરિસ જોન્સન મક્કમ

લંડન, તા. 19 : બ્રેક્ઝિટ અંગે બ્રસેલ્સ સાથેના કરારના અભ્યાસ માટે સંસદસભ્યોને વધુ સમય મળ્યો હોવા છતાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન આજે આ માટે 31 અૉક્ટોબરની મહેતલને મક્કમતાથી વળગી રહ્યા હતા.
સંસદમાં જોન્સને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાના નિર્ણયના કરાર સંબંધે અર્થપૂર્ણ મતદાન છતાં હું આ મામલે યુરોપિયન યુનિયનથી છૂટા પડવામાં વિલંબ થાય એવું નથી ઇચ્છતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer