બીએસએફ જવાનનાં મોત મામલે

અમિત શાહ સાથે વાત કરશે બાંગ્લાદેશના પ્રધાન
 
ઢાકા, તા. 19 : બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝ્ઝમાં ખાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી) દ્વારા બીએસએફ જવાનના મોતની ઘટનાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને અસર થશે નહીં. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો તેઓ પરિસ્થિતિને શાંત કરવા માટે તેમના સમકક્ષ અમિત શાહ સાથે વાત કરશે.  તેમણે કહ્યું હતું કે `સુરક્ષા દળોમાં ગેરસમજને કારણે સરહદ સલામતી દળ (બીએસએફ) ના હેડ કોન્સ્ટેબલ વિજય ભાનાસિંહે જીવ ગુમાવ્યો હતો. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવામાં આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer