પાંચ કિલો વજન ઘટ્યું
નવી દિલ્હી, તા. 19 : આઈએનએક્સ મીડિયા સાથે સંકળાયેલા મની લોન્ડારિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે જેલમાં છેલ્લા 43 દિવસમાં તેનું પાંચ કિલો વજન ઓછું થયું હતું અને બે વખત બીમાર પડયા હતા. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જસ્ટીસ આર ભાનુમતી, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠને જણાવ્યું હતું કે, `જેલમાં 43 દિવસ દરમિયાન ચિદમ્બરમ અનુક્રમે પાંચ અને સાત દિવસ માટે બે વાર બીમાર પડ્યા હતા અને તેમને એન્ટિબાયોટિક્સ અપાઈ હતી. તેમણે કોર્ટને કહ્યું, `તેમનું વજન 73.5 કિલોથી ઘટીને 68.5 કિલો થઈ ગયું છે.'