વિદેશી હૂંડિયામણની અનામત વધી 439.712 અબજ ડૉલરની વિક્રમી ઊંચાઈએ

મુંબઈ, તા. 19 : વિદેશી હૂંડિયામણની અનામત 11 અૉક્ટોબર, 2019ના પૂરા થયેલા સપ્તાહ માટે 1.87 અબજ ડૉલર વધીને 439.712 અબજ ડૉલર થઈ હતી, જે તેના આગલા સપ્તાહ માટે 4.23 અબજ ડૉલર વધીને 437.83 અબજ ડૉલર હતી.
વિદેશી ચલણની અસ્કયામત (એફસીએ) સૂચિત સપ્તાહ માટે 2.26 અબજ ડૉલર વધીને 407.88 અબજ ડૉલર થઈ હતી. રિઝર્વ બૅન્ક દ્વારા વિદેશી ચલણની લે-વેચ પર એફસીએની વધઘટ આધારિત હોય છે. સૂચિત ગાળા માટે સોનાની અનામત 3990 લાખ ડૉલર ઘટી 26.77 અબજ ડૉલર રહી હતી, તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) 20 લાખ ડૉલર વધીને 1.43 અબજ ડૉલર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer