રોહિંગ્યા શરણાર્થીઓ પાછા જાય

રોહિંગ્યા શરણાર્થીઓ પાછા જાય
બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના સાથે ચર્ચા દરમિયાન મોદીએ આપ્યો સંદેશ
નવી દિલ્હી, તા.5 : રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે ભારતે બાંગ્લાદેશને જણાવ્યું છે કે, લાંબા સમય સુધી કોઈ બીજા દેશમાં ન રહી શકાય તેવું શરણાર્થીઓને સમજાવવું પડશે, તેવું અધિકારીઓએ કહ્યું હતું.
બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ચર્ચા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી. મોદીએ રોહિંગ્યા શરણાર્થીઓ માટે બાંગલાદેશના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. 
અમે રોહિંગ્યા શરણાર્થીઓને સામાજિક, આર્થિક મદદ પણ કરી છે. ભારતે અત્યાર સુધી તેમના પર 120 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે, તેવું મોદીએ કહ્યું હતું.
મ્યાંમાર પાછા જાય એજ હિતમાં છે તેવું આપણે રોહિંગ્યા શરણાર્થી સમુદાયને સમજાવવું જ પડશે, તેવું મોદીએ બાંગલાદેશી સમકક્ષને જણાવ્યું હતું.
આ ચર્ચા દરમ્યાન હસીનાએ મોદીને રોહિંગ્યા શરણાર્થીઓની વાપસી માટે બાંગ્લાદેશ દ્વારા જારી પ્રયાસોની જાણકારી આપી હતી. 
બાંગ્લાદેશી વડાપ્રધાને ચર્ચા દરમ્યાન એનઆરસી મુદ્દો પણ ઉઠાવતાં ભારત સરકારે આ પ્રક્રિયા હજૂ પણ જારી છે, તેવું જણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર એનઆરસી અંગે પ્રક્રિયા ચાલે છે, તે પૂરી થવામાં છે, તેવું બાંગ્લાદેશને જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer