ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો ભાજપે સાથીપક્ષોને તેમનું સ્થાન બતાડયું

ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો ભાજપે સાથીપક્ષોને તેમનું સ્થાન બતાડયું
મુંબઈ, તા. 5 : શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ભાજપને સૂચક ટોણો મારતાં 
કહ્યું હતું કે યુતિમાં બેઠકોની વહેંચણી થઈ છે હવે ભાજપે નક્કી કરવાનું છે કે તેને ફાળે આવેલી બેઠકોમાંથી કેટલી બેઠક પોતાની પાસે રાખવી અને કેટલી બેઠક મિત્ર પક્ષોને આપવી. ભાજપે તેના મિત્ર પક્ષોને તેની જગ્યા બતાડી છે. આ મિત્રપક્ષોએ અપેક્ષિત જગ્યા દીધી કે નથી એ અંગે હું કશું બોલીશ નહીં. 2014માં મહાયુતિના સાથી પક્ષો ભાજપ જોડે હતા. એટલે શિવસેનાએ પોતાની 124 બેઠકોમાંથી મિત્ર પક્ષોને બેઠક આપવાનો સાફ ઈનકાર ર્ક્યા હતો. ભાજપે 18ની જગ્યાએ 14 જ બેઠક મિત્ર પક્ષોને આપી. આ પક્ષોના ઉમેદવારોને ભાજપના પ્રતીક પર ચૂંટણી લડવાની ફરજ પડાઈ છે.
રંગશારદા સભાગૃહમાં એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ એવું વચન આપ્યું હતું કે વિવિધ જ્ઞાતિઓને ન્યાય અપાશે. 
આ નેતાઓને કોઈ વ્યક્તિગત મહેચ્છા નથી. તેઓ પોતાની જ્ઞાતિની સુખાકારી ઈચ્છે છે. બીજી બાજુ ઉદ્ધવે બળવાખોરોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે નેતાઓ એ છે જે ટિકિટની ઈચ્છા રાખ્યા વિના પોતાની જ્ઞાતિઓના કલ્યાણ માટે કામ કરે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer