શર્મિલા ઠાકરેની કારને અકસ્માત નડતાં નજીવી ઈજા

શર્મિલા ઠાકરેની કારને અકસ્માત નડતાં નજીવી ઈજા
નવી મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલાની ગાડી  સાયન પનવેલ હાઈવે પર  એક રૅક સાથે ટકરાઈ હતી. આમાં રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઉપરાંત બીજા ત્રણને નજીવી ઈજા થઈ છે. ઠાકરે કુટુંબ એકવીરા દેવીના દર્શન કરીને પાછું આવતું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સાનપાડાના સિગ્નલ નજીક એક રિક્ષા શર્મિલાની કારની નજીક આવી. રિક્ષા અથડાય નહીં એ માટે ડ્રાઈવરે બ્રેક મારી અને પાછળ આવતી બીજી ગાડીએ શર્મિલાની ગાડીને ટક્કર મારી. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એ કારમાં શર્મિલા સાથે રાજની બહેન અને સચીવ સચીન મોરે હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer