મુંબઈ ઍરપોર્ટના સ્ટાફ માટે ત્રણ બ્રિધ એનેલાઇઝર સ્ટેશન સ્થાપવામાં આવ્યાં

મુંબઈ ઍરપોર્ટના સ્ટાફ માટે ત્રણ બ્રિધ એનેલાઇઝર સ્ટેશન સ્થાપવામાં આવ્યાં
મુંબઈ, તા.5 : ડિરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના દિશા નિર્દેશ પ્રમાણે મુંબઈ ઍરપોર્ટ પર ઍરસાઇડમાં ત્રણ બ્રિધએનેલાઇઝર સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. આ સ્ટેશનોમાં અધિકારીઓ અને સ્ટાફના નિયમિતપણે બ્રિધ એનેલાઇઝર ટેસ્ટ થશે. ડીજીસીએના દિશા નિર્દેશમાં જણાવાયું હતું કે ઍરપોર્ટના ઍરસાઇડમાં કામ કરતા કર્મચારીઓમાંથી રોજ કમસે કમ દસ ટકા સ્ટાફની આવી ટેસ્ટ કરવામાં આવે, જેથી પ્રવાસીઓની સુરક્ષા અને તપાસમાં કોઇ ખામી ન રહે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડીજીસીએ દ્વારા ઍરક્રાફ્ટ મેન્ટનન્સ, ઍર ટ્રાફિક કંટ્રોલ સર્વિસીસ, ઍરોડ્રામ અૉપરેશન્સ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસીસના કર્મચારીઓ માટે શરાબ સેવન સંબંધી આ ટેસ્ટ નિયમિતપણે કરવાનું ફરજિયાત કર્યું છે. શરાબ સેવનની આ ટેસ્ટમાં નાપાસ થનારા કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer