મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સોનિયા અને મનમોહન કૉંગ્રેસના સ્ટાર પ્રચારક

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સોનિયા અને મનમોહન કૉંગ્રેસના સ્ટાર પ્રચારક
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : 21 અૉક્ટોબરે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ સહિત 40 સ્ટાર કેમ્પેનર હશે. પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પણ રાજ્યમાં પ્રચાર કરવા આવશે.
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ પ્રચાર કર્યો નહોતો. બીજા સ્ટાર પ્રચારકો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સુશીલકુમાર શિંદે, પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો પણ ચૂંટણીમાં પ્રચાર કરવાના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer