સદીવીર રોહિતે અનેક રેકર્ડ પોતાના નામે કર્યા

સદીવીર રોહિતે અનેક રેકર્ડ પોતાના નામે કર્યા
ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટના બંને દાવમાં સદીનો અને સૌથી વધુ છગ્ગાનો વિક્રમ
વિશાખાપટનમ, તા. 5 : છટાદાર ભારતીય બેટધર રોહિત શર્માએ આજે અહીં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં પર?રંગ રાખ્યો હતો અને અફલાતૂન સદી ફટકારી અનેક કીર્તિમાન રચી દીધા હતા. ટેસ્ટ ઇતિહાસમાં ઓપનિંગ બેટસમેન તરીકે પહેલી જ ટેસ્ટમાં બંને દાવમાં શતકનો નવો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. તો પહેલા દાવમાં છ? અને બીજા દાવમાં સાત છગ્ગા સાથે એક ટેસ્ટમાં 13 સિકસરનો નવો રેકોર્ડ પણ દર્જ કર્યો હતો.
ઓપનર તરીકેની નવી ભૂમિકામાં રોહિતે પહેલી ઇનિંગ્સમાં 176 રન કર્યા હતા તો આજે પણ 149 દડામાં 127 રન ફટકારી દીધા હતા એક ટેસ્ટમાં 13 સિકસર સાથે તેણે વસીમ અક્રમનો રેકોર્ડ તોડયો હતો. અકરમે ઓકટોબર 1996માં ઝિમ્બાબ્વે સામે 257 રન (અણનમ)ની ઇનિંગ્સમાં 12 સિકસર ફટકારી હતી. ભારતીય વિક્રમ અગાઉ નવજોત સિધ્ધુના નામે હતો. સિધ્ધુએ શ્રીલંકા સામે જાન્યુઆરી 1994માં લખનઉ ટેસ્ટમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વનડે મેચોમાં પણ એક મેચમાં સર્વાધિક સિકસરનો વિક્રમ રોહિતના નામે છે. 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 રનની ઇનિંગ્સમાં રોહિતે 16 સિક્સર ફટકારી હતી.
રોહિતે ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં સળંગ સાતમી વાર 50 રનનો સ્કોર પાર કર્યા છે. ઓપનર તરીકે પહેલી જ ટેસ્ટમાં 303 રન બનાવીને રોહિતે રેકોર્ડ રચ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના કેપલર વેસલ્સનો વિક્રમ તોડયો હતો વેસલ્સે 1982-83માં બ્રિસ્બેનમાં ઇંગ્લેન્ડ સામે 208 રન (162 અને 46) રન કર્યા હતા.
સ્કોરબોર્ડ 
ભારત પ્રથમ દાવ : 7 વિકેટે 502 ડિક. 
આફ્રિકા પ્રથમ દાવ : એલ્ગર કો. પૂજારા બો. જાડેજા 160, મારક્રમ બો. અશ્વિન 05, બ્રુયન કો. સહા બો. અશ્વિન 04, પીડટ બો. જાડેજા 00, બાઉમા એલબી બો. શર્મા 18, ડુપ્લેસીસ કો. પૂજારા બો. અશ્વિન 55, ડીકોક બો. અશ્વિન 111, મુથુસ્વામી (અણનમ)    33 ફિલાન્ડર બો. અશ્વિન 00, મહારાજકો. અગ્રવાલ બો. અશ્વિન 09, રબાડા          એલબી બો. અશ્વિન 15. 
વધારાના 21 કુલ (131.2 ઓવરમાં ઓલઆઉટ)431 
પતન : 1-14, 2-31, 3-34, 4-63, 5-178, 6-342, 7-370, 8-376, 9-396, 10-431. 
બાલિંગ : ઇશાંત શર્મા : 16-2-54-1, સામી : 18-4-47-0, અશ્વિન : 46.2- 11-145-7, જાડેજા : 40-5-124-2, વિહારી : 9-1-38-0, રોહિત શર્મા : 2-1-7-0.  
ભારત બીજો દાવ : અગ્રવાલ કો. ડુપ્લેસીસ બો. મહારાજ 07, રોહિત શર્મા સ્ટ. ડિકોક, બો. મહારાજ 127, પૂજારા એલબી બો. ફિલાન્ડર   81, જાડેજા બો. રબાડા 40, કોહલી (અણનમ) 31, રહાણે (અણનમ) 27. 
વધારાના 10 કુલ (67 ઓવરમાં 4 વિકેટે) 323 ડિક. પતન : 1-21, 2-190, 3-239, 4-286 
બાલિંગ : ફિલાન્ડર : 12-5-21-2, મહારાજ : 22-0-129-2, રબાડા : 13-3-41-1, પીડટ : 17-3-102-0, મુથુસ્વામી : 3-0-20-0, રોહિત શર્મા : 2-1-7-0.  
આફ્રિકા બીજો દાવ : મારક્રમ (દાવમાં) 03, એલ્ગર એલબી બો. જાડેજા 02, બ્રુયન (દાવમાં) 05. 
વધારાના 1 કુલ (9 ઓવરમાં એક વિકેટે)11. પતન : 1-21 
બાલિંગ : અશ્વિન : 5-2-7-0, જાડેજા : 4-2-3-1.
બંને દાવમાં સદી, બંને દાવમાં સ્ટમ્પ!
 રોહિત શર્માની બંને ઇંનિગ્સનું સામ્ય ખરેખર રસપ્રદ છે, તેણે ઓપનર તરીકે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. બંનેમાં તે કેશવ મહારાજના દડામાં વિકેટકીપર કિવન્ટન ડિકોક દ્વારા સ્ટમ્પ આઉટ થયો. બંને દાવમાં સ્ટમ્પ આઉટ થનારો પણ તે પ્રથમ ભારતીય બેટસમેન બન્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer