લંડનમાં હાર્દિકની સફળ સર્જરી જલદી વાપસીનો વિશ્વાસ

લંડનમાં હાર્દિકની સફળ સર્જરી જલદી વાપસીનો વિશ્વાસ
નવી દિલ્હી, તા. 5 : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની લંડનમાં સફળ શત્રક્રિયા થઈ છે. તે કમ સે કમ પાંચ મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.
હાર્દિકને પીઠના નીચલા હિસ્સામાં ઇજા થઇ હતી જેને લીધે તેની સર્જરી થઇ હતી. ઝડપી બોલર ઓલરાઉન્ડરે પોતાની હોસ્પિટલની પથારી પરથી એક તસવીર શેર કરીને લખ્યું હતું કે શત્રક્રિયા સફળ રહી. દુઆઓ માટે તમામનો આભાર. જલ્દી વાપસી કરીશ.
એવું મનાય છે કે, હાર્દિકને મેદાનમાં પાછા ફરવામાં કમ સે કમ પાંચ મહિના લાગી જશે. હાર્દિક દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ  ટી-20 સિરીઝ રમ્યો હતો, પણ હાલ આયોજિત ટેસ્ટ શ્રેણીમાં ટીમનો હિસ્સો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer