કાશ્મીર સ્થાનિક ચૂંટણીમાં પીડીપી નેતાઓ ભાજપ સાથે !

શ્રીનગર, તા. 5 : કાશ્મીરમાંથી 370 હટયા બાદ પહેલીવાર સ્થાનિક એકમોની ચૂંટણી થવા જઇ રહી છે, ત્યારે મહેબૂબા મુફતીનો પક્ષ પીડીપી અને ઓમર અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સના નેતાઓ ભાજપને સમર્થન આપવાની તૈયારીમાં છે.
એવું જાણવા મળે છે કે, એનસી અને પીડીપીના પંચાયત સભ્યો બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ સાથે રહેશે.
એવા વાવડ પણ છે કે, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીની સાથોસાથ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓએ ભાજપમાં સામેલ થઇ જવા સુધી ફેંસલા કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, એનસીના ફારૂક અને ઓમર અબ્દુલ્લા તેમજ પીડીપીનાં મહેબૂબા પાંચ ઓગસ્ટથી નજર કેદ તળે છે, ત્યારે આ ઘટનાક્રમો મહત્ત્વ ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer