બીએસએનએલ-એમટીએનએલમાં નહીં થાય કર્મચારીઓની છટણી

નવી દિલ્હી, તા. 5 : આર્થિક સંકટનો સામનો કરી રહેલી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં છટણી નહી થાય અને તેના કર્મચારીઓને પગાર પણ સમય ઉપર મળશે. સુત્રો મુજબ નાણા મંત્રાલયે બન્ને કંપનીઓ માટે આર્થિક પેકેજને મંજૂરી આપી છે. જેના હેઠળ સરકાર બીએસએનએલ અને એમટીએનએલને 34,000 કરોડ રૂપિયા આપશે.
આ ભંડોળથી બન્ને કંપનીના કર્મચારીઓનો પગાર અને પેન્શનની ચૂકવણી થશે. આ રકમનો ઉપયોગ કરજ ચૂકવવા અને બિઝનેસ વધારવા માટે પણ થઈ શકશે. 
સુત્રો અનુસાર બન્ને કંપનીઓના આર્થિક પેકેજને ગુરૂવારના રોજ નાણામંત્રાલય તરફથી મંજૂરી આપવામાં આવી હતી. ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓને આર્થિક મદદ અમુક શરતો સાથે આપવામાં આવશે. જેમાં બીએસએનએલ અને એમટીએનએલએ ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવાનો રહેશે. બન્ને કંપનીએ પોતાના માળખાને મજબુત કરવું પડશે. જેથી માર્કેટની માગ સાથે બદલાવ આવી શકે તેમજ બજારમાં નવી પ્રોડક્ટસ લોન્ચ કરવી પડશે. બન્ને કંપનીઓને રોકડ તેમજ અન્ય મદદ પણ મળી રહેશે. 
કંપનીના 12000 કરોડ રૂપિયાના બોન્ડ માટે સરકાર ગેરન્ટી આપશે. જેનાથી બજારમાંથી ભંડોળ એકત્રિત કરવામાં મદદ મળી રહેશે. બીએસએનએલ અને એમટીએનએલના સીનિયર મેનેજમેન્ટ અને સરકારના પ્રતિનિધિ મળીને અન્ય સ્ત્રોતમાંથી ભંડોળ એકત્રિત કરવાની યોજનાને અંતિમ રૂ5 આપશે તેમજ ઉપયોગવિહાણી સંપત્તિઓ વેંચીને પણ રોકડ એકઠી કરવામાં આવશે. આ અગાઉ બીએસએનએલ અને એમટીએનએલનું રાહત પેકેજ સરકાર તરફથી રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંપનીઓએ નવી યોજના રજૂ કરી હતી જેને નાણા મંત્રાલયે મંજૂર રાખી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer