એનસીના પ્રતિનિધિઓને આજે ફારુક

ઉમર અબદુલ્લાને મળવા તંત્રની મંજૂરી
શ્રીનગર, તા.પ: જમ્મુ પ્રાંતથી આવેલા નેશનલ કોન્ફરન્સના પ્રતિનિધિમંડળને, હાલ અટકાયત તળે રખાયેલા પક્ષના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાને રવિવારે મળવા જવાની જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે મંજૂરી આપી છે. પ્રાંતીય પ્રમુખ દેવેન્દરસિંહ રાણાની આગેવાનીમાં પક્ષના કેટલાક પૂર્વ ધારાસભ્યોનું બનેલું પ્રતિનિધિમંડળ આવતી કાલે સવારે જમ્મુથી રવાના થશે એમ પક્ષ પ્રવકતાએ જણાવ્યુ હતું. રાણાએ આ બારામાં રાજયપાલ સત્યપાલ મલિક પાસેથી મંજૂરી મેળવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer