ગુજરાત પેટાચૂંટણી છ બેઠકો ઉપર 42 ઉમેદવારો મેદાનમાં

અમદાવાદ, તા. 5 : ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણી માટે હવે 42 ઉમેદવારો મેદાનમાં છે. તમામ બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. પેટાચૂંટણીની તમામ બેઠકો પર ફૉર્મ પાછા ખેંચવાની મુદત પૂર્ણ થઈ છે. પેટાચૂંટણીમાં સૌથી વધુ 11 ઉમેદવારો અમરાઈવાડી બેઠક પર છે. રાજ્યમાં છ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ-કૉંગ્રેસે કમર કસી છે. અમરાઈવાડી બેઠક પર પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ અને કૉંગ્રેસે જનસંપર્ક કેન્દ્ર પણ ખોલ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer