વિદેશી હૂંડિયામણની અનામત 434.6 અબજ ડૉલરની ઊંચી સપાટીએ

મુંબઈ, તા. 5 : વિદેશી હૂંડિયામણની અનામત 1લી અૉક્ટોબર, 2019ના વધીને 434.6 અબજ ડૉલરની વિક્રમી ઊંચી સપાટીને સ્પર્શી હતી. એપ્રિલથી અૉક્ટોબર વચ્ચે દેશની હૂંડિયામણની અનામત 21.7 અબજ ડૉલર વધી હતી. સાપ્તાહિક આંકડા મુજબ 27મી સપ્ટેમ્બર, '19ના પૂરા થયેલા સપ્તાહ માટે હૂંડિયામણની અનામત 5.022 અબજ ડૉલર વધીને 433.594 અબજ ડૉલર થઈ હતી. જે તેના આગલા સપ્તાહમાં 3880 લાખ ડૉલર ઘટીને 428.572 અબજ ડૉલર રહી હતી.
વિદેશી ચલણની અસ્ક્યામત સૂચિત સપ્તાહ માટે 4.944 અબજ ડૉલર વધીને 401.615 અબજ ડૉલર નોંધાઈ હતી. સૂચિત સપ્તાહ માટે સોનાની અનામત 1020 લાખ ડૉલર વધીને 26.945 અબજ ડૉલર થઈ હતી. આઈએમએફ સાથે સ્પેશિયલ ડ્રેઝિંગ ટાઈપ્સ 70 લાખ ડૉલર ઘટીને 1.428 અબજ ડૉલર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer