મ્યુચ્યુઅલ ફંડસને અનલિસ્ટેડ એનસીડીમાં રોકાણ કરવા સેબીની મંજૂરી

નવી દિલ્હી, તા. 5 : બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ મ્યુચ્યુઅલ ફંડ્સને અનલિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)માં સ્કીમના ડેબ્ટ પોર્ટફોલિયોના મહત્તમ 10 ટકા રોકાણ તબક્કાવાર કરવાની મંજૂરી આપી છે.
જે એનસીડીનું રોકાણ માળખું સરળ ફિકસ્ડ અને યુનિફોર્મ કૂપન, ફિકસ્ડ મેચ્યોરિટી પિરીયડ, ફૂલી પેઈડઅપ અપફ્રન્ટ, ક્રેડિટ વૃદ્ધિ વિના હશે તેને રેટિંગ અપાતા હશે. સિકયોર્ડ અને માસિક વ્યાજ દરનો વિકલ્પ હશે તેમાં રોકાણ કરી શકાશે.
સેબીએ કહ્યું કે, 31 માર્ચ, 2020થી અનલિસ્ટેડ એનસીડીમાં મહત્તમ રોકાણ ડેબ્ટ પોર્ટફોલિયોના 15 ટકા અને જૂન 2020થી રોકાણ મર્યાદા 10 ટકા હશે.
પારદર્શકતા વધારવા અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ડેબ્ટ અને ઈક્વિટી બજારમાં રોકાણમાં ડિસ્કલોઝરનો વ્યાપ વધારવા માટે આ પગલું લેવાયું છે.
સેબીએ કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા કમર્શિયલ પેપર્સ (સીપી)માં નવું રોકાણ એવા સીપીમાં જ થશે જે લિસ્ટેડ હોય અથવા 1 જાન્યુઆરી, 2020 અથવા સીપી લિસ્ટિંગના માળખાકીય કામકાજને એક મહિનો થયો હોય તેમાં જ રોકાણ કરી શકશે.
વધુમાં નિયામકે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના અનરેટેડ ડેબ્ટ સાધનોમાં એકંદર રોકાણ મર્યાદા 25 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer