ઈન્ડિયા આઈએનએક્સ રૂપી-ડૉલર

ફ્યુચર્સ અને અૉપ્શન્સનું ટ્રાડિંગ લોન્ચ કરશે 
મુંબઈ, તા. 5 : બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઈન્ડિયા આઈએનએક્સ ગુજરાતના ગિફ્ટ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ખાતે રૂપી-ડૉલર ફ્યુચર્સ અને ઓપ્શન્સનું ટ્રાડિંગ લોન્ચ કરશે, એમ કંપનીએ જાહેર કર્યું હતું. 
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ ગિફ્ટ આઈએફએસસી પર રૂપી ડેરિવેટિવ્ઝના ટ્રાડિંગની છૂટ આપી એ વિશે ઈન્ડિયા આઈએનએક્સના મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કના આ પગલાંનું ગિફ્ટ આઈએફસી ખાતેના એક અગ્રણી એક્સચેન્જરૂપે ઈન્ડિયા આઈએનએક્સ સ્વાગત કરે છે અને સેબી તેમ જ આરબીઆઈ પાસેથી મંજૂરીઓ મળ્યા બાદ રૂપી-ડૉલર ફ્યુચર્સ અને ઓપ્શન્સનું ટ્રાડિંગ લોન્ચ કરશે. 
ઓનશોર અને ઓફ્ફશોર રૂપી-ડૉલર માર્કેટ્સનું હવે અન્ય ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર્સમાં સ્થળાંતર થઈ રહ્યું છે એ જોતાં ગિફ્ટ આઈએફએસસી ખાતે ઓફ્ફશોર રૂપી માર્કેટ્સ પ્રોડક્ટ્સનું ટ્રાડિંગ કરવાની છૂટ વિકાસની દિશામાં મોટું કદમ છે. અમે આઈએફએસસી પ્રતિ સંખ્યાબંધ સહભાગીઓને આકર્ષવાની અને ઈક્વિટી ઈન્ડેક્સ અને ગોલ્ડની જેમ અમે નોંધપાત્ર લિક્વિડિટી સર્જવાની અપેક્ષા રાખીએ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer