એનએસઈએલ પાસે પ્રસાર માધ્યમો તરફથી આવેલી

પૃચ્છાને પગલે ખુલાસો કરતું નિવેદન 
મુંબઈ, તા. 5 : અર્ન્સ્ટ ઍન્ડ યંગની સાથે સંકળાયેલા બે પ્રોફેશનલ્સની ઓચિંતી અને બિનજરૂરી ધરપકડ કરવામાં આવી તેનાથી અમને આઘાત લાગ્યો છે, કારણ કે આ કંપની એનએસઈએલની વૈધાનિક અૉડિટર હતી, એક્સ્ચેન્જ પ્લૅટફૉર્મની નહીં.  
કંપનીના હિસાબનું અૉડાટિંગ અને એક્સ્ચેન્જના સ્ટૉકનું અૉડિટ એ બન્ને તદ્દન ભિન્ન બાબતો છે. એક્સ્ચેન્જના સ્ટૉકની ચકાસણી ખરીદદારો, બ્રોકરો અને બ્રોકરોના અૉડિટરો કરતા હોય છે. એ લોકો 50 કરતાં વધુ વખત વેરહાઉસની મુલાકાતે ગયા હતા અને ત્યાં સ્ટૉકની ઉપલબ્ધતા વિશે ચકાસણી કરી હતી. અર્ન્સ્ટ ઍન્ડ યંગને આ સ્ટૉકની ચકાસણી સાથે કંઈ લેવાદેવા નથી. 
વળી, ઈઓડબ્લ્યુ-મુંબઈનું આ પગલું એનએસઈએલનો પેમેન્ટ ડિફોલ્ટ કેસ બહાર આવ્યાનાં છ વર્ષ બાદ લેવાયું છે. ગત વર્ષોમાં જોવા મળ્યું છે કે સંપૂર્ણ નાણાં 24 ડિફોલ્ટરો પાસે ગયાં છે. એનએસઈએલે એકલા હાથે રિકવરી માટે કાર્ય કર્યું હોવા છતાં કંપનીને કમનસીબે લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. તેણે ડિફોલ્ટરોની 8000 કરોડ રૂપિયા (ઈઓડબ્લ્યુએ આપેલા આંકડા મુજબ)ની જપ્ત સંપત્તિની સામે 3300 કરોડ રૂપિયાની ડિક્રી અને આર્બિટ્રેશનના ચુકાદા મેળવ્યા છે. બાકીની રકમ માટે ડિક્રી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.  
છેલ્લાં છ વર્ષમાં આ કેસમાં મોટા ભાગનાં પગલાં એનએસઈએલ, 63 મૂન્સ તથા તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ વિરુદ્ધ ભરવામાં આવ્યાં છે. તેનાથી વિપરીત બ્રોકરો, એફએમસીના ભૂતપૂર્વ ચૅરમૅન, તેના સંબંધિત અધિકારીઓ અને ડિફોલ્ટિંગ બ્રોકરો વિરુદ્ધ એટલી કાર્યવાહી થઈ નથી.  
ઈઓડબ્લ્યુના આવાં પગલાંને કારણે એ સવાલ ઊભો થાય છે કે એફઆઇઆર નોંધાવાયાનાં છ વર્ષ બાદ અને એ જ એજન્સીએ ચાર ચાર્જશીટ નોંધાવ્યા બાદ અૉડાટિંગ કંપનીના પ્રોફેશનલની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે. ઈઓડબ્લ્યુએ પોતે બ્રોકરો, એફએમસીના ભૂતપૂર્વ ચૅરમૅન તથા અધિકારીઓ બાબતે રિપોર્ટ તૈયાર કર્યો હતો, છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. માનનીય મુંબઈ હાઇ કોર્ટે પણ બ્રોકરો પરનાં પગલાં બાબતે ટિપ્પણીઓ કરી હોવા છતાં ઈઓડબ્લ્યુએ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરી નથી અને એ જ બાબત ભેદભરી છે. હાલ, એનએસઈએલ રિકવરી પર સંપૂર્ણ લક્ષ આપી રહી છે અને તેને ઈઓડબ્લ્યુ તથા તમામ સ્ટેકહોલ્ડર્સ પાસેથી સંપૂર્ણ સહકાર મળે એવી અપેક્ષા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer