વૉરની બૉક્સ અૉફિસ પર જંગી કમાણી

3 દિવસમાં 100 કરોડ પાર
નવી દિલ્હી, તા. 5 : ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ `વોર' બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. પહેલા ત્રણ દિવસમાં યશરાજ બેનરની આ ફિલ્મની કમાણી 100 કરોડને પાર કરી ગઇ છે.
વિશ્લેષક તરણ આદર્શ તરફથી મળતા આંકડા અનુસાર, વોરની હિન્દી આવૃત્તિએ 96 કરોડ અને તમિલ, તેલુગુ આવૃત્તિએ 4.15 કરોડની આવક મેળવી લીધી છે. આમ, બોક્સ ઓફિસ પર `વોર' ફિલ્મનો કુલ કારોબાર  પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડ, 15 લાખ રૂપિયા થઇ  ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer