વિવિધ કારણોસર પાલિકાના બાવન પ્લોટ અટવાયા

મુંબઈ, તા.5 : સ્કૂલ, ગાર્ડન, માર્કેટ જેવા વિવિધ કામો માટે આરક્ષિત રખાયેલા બાવન પ્લોટનું સંપાદન વિવિધ કારણોસર કલેક્ટરની અૉફિસમાં અટવાયું છે. એટલે આ પ્લોટ હકીકતમાં પાલિકાના હસ્તક આવવામાં વિલંબ થશે અને એટલા માટે જે કામ માટે અનામત રખાયા છે એ કામ શરૂ થવામાં પણ વિલંબ થશે.
પાલિકા દ્વારા જે પ્લોટ હસ્તગત કરવાના હતા એની હાલની પરિસ્થિતિ શું છે, કેટલા પ્લોટ સંપાદિત કરાયા છે એ અંગેની જાણકારી ભાજપના નગરસેવક પ્રભાકર શિંદેએ સ્થાયી સમિતિમાં પ્રશાસન પાસે માગી હતી. એનો લેખિત જવાબ આપતા પ્રશાસને જણાવ્યું હતું કે, મુંબઈના વર્ષ 2014-2034ના ડેવલપમેન્ટ પ્લાનમાં સ્કૂલ, ગાર્ડન, હૉસ્પિટલ, સ્મારક, આર્ટ ગેલેરી, સમાજ કલ્યાણ કેન્દ્ર, પ્રસૂતિ ગૃહ, અૉફિસ, પમ્પિંગ સ્ટેશન જેવા વિકાસ કાર્યો માટે પ્લોટ આરક્ષિત કરાયા હોવાથી ખાનગી પ્લોટનો કબજો લેવો જરૂરી છે. પ્લોટનો કબજો લેવામાં વિલંબ થયો તો પ્લોટની બજાર કિંમત પર એની અસર પડે છે એવું પાલિકાનું કહેવું છે. 
ડેપ્યુટી કલેક્ટર (ભૂસંપાદન) પાસે જમીન સંપાદન કરવા અંગેના બાવન કેસ પેન્ડિંગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer