બિહારમાં જયસ્વાલ અને રાજસ્થાનમાં પુનિયા ભાજપના રાજ્ય એકમના પ્રમુખ નિમાયા

બિહારમાં જયસ્વાલ અને રાજસ્થાનમાં પુનિયા ભાજપના રાજ્ય એકમના પ્રમુખ નિમાયા
પટણા/જયપુર, તા. 14 : ભારતીય જનતા પક્ષે બે મોટા રાજ્યોમાં પોતાના અધ્યક્ષોના નામોનું એલાન કરી દીધું છે. પક્ષે રાજસ્થાનની જવાબદારી સતીશ પુનિયાને સોંપી દીધી છે. જ્યારે બિહારની જવાબદારી સંજય જાયસ્વાલના શીરે મૂકી છે.
નોંધનીય છે કે, બિહારના પૂર્વ પક્ષ અધ્યક્ષ નિત્યાનંદ  સપના મંત્રી બન્યા બાદ અને રાજસ્થાનના પક્ષના વડા મદનલાલ સૈનીના નિધન બાદ આ પદ ખાલી થયા હતા.
જાયસ્વાલ 2009થી પશ્ચિમ ચંપારણમાંથી ભાજપના સાંસદ છે. તેમના પિતા મદનપ્રસાદ જાયસ્વાલ પણ સાંસદ રહી ચૂક્યા છે. જાયસ્વાલ દેશના ટોચના સાંસદોમાંથી એક છે, જેમણે ઉચ્ચ શિક્ષણ હાંસિલ કર્યું હોય. પટણા યુનિવર્સિટીમાંથી એમબીબીએસ તથા બાદમાં દરભંગા મેડિકલ કોલેજમાંથી એમ.ડી.નો અભ્યાસ કરી ચૂકેલા જાયસ્વાલ પટણા એઇમ્સની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ?છે.
બીજી બાજુ રાજસ્થાનના આમેરમાંથી ભાજપના ધારાસભ્ય સતીશ પુનિયાને રાજસ્થાનના પ્રદેશ?અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પુનિયા ચાર વખત પક્ષના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. પહેલા એવી અટકળો લગાવાતી હતી કે, આ વખતે રાજસ્થાનના પક્ષના વડા આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer