નવરાત્રિ માટે આવી ગયાં છે ડિઝાઈનર ગરબા-દીવડાં

નવરાત્રિ માટે આવી ગયાં છે ડિઝાઈનર ગરબા-દીવડાં
કનૈયાલાલ જોષી દ્વારા 
મુંબઈ, તા.14 : સનાતન પરંપરામાં ગરબાં અને દીવડાં (કોડિયાં)નો મહિમા છે. ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે. મૂળ ગરબામાં 27 છીદ્રો રહેતા જે 27 નક્ષત્ર સૂચવે છે.
માતાજી પોતે ગરબો લઈને રમવા નીકળે એવું એક ગરબામાં કહ્યું છે : `મા પાવાતે ગઢથી ઉતર્યા મા કાળી રે' આ ગરબો યાદ છે ને? વળી, કાળી માતા અને ચંપાનેરના રાજા પતાઈ રાવળની કથાનો પ્રસંગ ખૂબ પ્રચલિત છે. ગરબામાં રહેલા દીવાની જ્યોત બ્રહ્મ જ્યોત છે. આ વાત કરી કાંદિવલીના હિમાંશુભાઈ ભટ્ટે જેઓ કથાકાર છે. લેખક છે. સંગીતકાર છે અને હા... કલાકાર પણ છે અને એવા કલાકાર છે, જે ડિઝાઈનર-એકસ્લુઝીવ ગરબાં-દીવડાં બનાવે છે.
આ કળાકારીગરીમાં એમના સહધર્મચારિણી ભાવનાબેન ભટ્ટ સહયોગી છે.
હિમાંશુભાઈએ કહ્યું, `દીવડાં (કોડિયાં) અને ગરબાંનો દરેક ડિઝાઈનમાં એક જ પીસ બને. કોડિયાંમાં 50થી વધારે કલર કોમ્બિનેશન આવે છે. માટીના પાત્રો અંદર અને બહાર અલગ-અલગ રંગથી રંગવામાં આવે. એ પછી કલરબ્રસથી ડિઝાઈન કરવા રંગ સિવાય ડિઝાઈનની બીજી ઘણી વસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે.'
કલર-ડિઝાઈનનું કામ આખું વર્ષ ચાલે. કૉર્પોરેટ સેક્ટરમાં અમારી એકસ્કલુઝીવ આઈટમ્સ ઘણી જાય છે. હોલસેલ કે રિટેલના દરમાં ભાવ ફેર બહું રખાતો નથી. શણગારમાં વપરાતી વસ્તુ શુદ્ધ હોય છે. એકવાર ઉપયોગમાં લેવાયેલી વસ્તુ ફરીવાર વપરાતી નથી. અમે રંગેલો અને ડિઝાઈન કરેલો દીવડો કે ગરબાંની આઈટમ વોશેબલ છે. દીપડાં બીજીવાર વાપરી શકાય. દીવડાંમાં ઘણી ડિઝાઈન-કલર મળે. સંપર્ક: 7738688288
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer