ભારત - દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટી-20 જંગ

ભારત - દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટી-20 જંગ
ધોનીને લઇને સવાલ: પંત સહિત તમામ યુવા ખેલાડીઓ પર કરોડો ચાહકોની નજર : નંબર ચાર પર કોણ બાટિંગ કરશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ  
ધર્મશાલા, તા. 14: જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટ્વેન્ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે. આને લઇને તમામ ચાહકો ભારે ઉત્સુક છે. ધર્મશાલા ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત ટીવી પર કરોડો ચાહકો મેચ નિહાળવા માટે ઉત્સુક છે. મેચનું પ્રસારણ આવતીકાલે સાંજે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. ત્રણ ટ્વેન્ટી મેચ રમાયા બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. ત્રણ ટેસ્ટ મેચ બાદ ત્રણ વન ડે મેચ રમાનાર છે. જે પૈકીની પ્રથમ વન ડે મેચ ધર્મશાલા ખાતે રમાનાર છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. આગામી વર્ષે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ટીમ મેનેજમેન્ટ વધુને વધુ પ્રમાણમાં યુવા ખેલાડીઓને તક આપવા માટે ઇચ્છુક છે. પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઈ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યું છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચહર, વોશિંગ્ટન સુંદર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પૂરતી તક રહેલી છે. 
ટીમમાં પોતાની જગ્યાને પાકી કરવા માટે યોગ્ય તક રહેલી છે. બોલર ઉપરાંત બેટ્સમેનો માટે પણ આવી જ સ્થિતિ રહેલી છે. શ્રેયસ અય્યર પર તમામની નજર રહેશે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં અય્યરે જોરદાર દેખાવ કર્યો હતો. અય્યરે મીડલ ઓર્ડરમાં બાટિંગ કરીને વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ પ્રશંસા કરી ચુક્યો છે. બીજી બાજુ વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પણ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે તૈયાર છે. તેને પોતાના દેખાવમાં સુધારો કરવાની જરૂર છે. કેપ્ટન કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ પણ પ્રકારની ખેંચતાણ હોવાના હેવાલને કોચ રવિ શાસ્ત્રી રદિયો આપી ચુક્યા છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે આફ્રિકાને મુશ્કેલીમાં મૂકવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે આફ્રિકાની સામે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ જોરદાર જુસ્સામાં દેખાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોક પર મુખ્ય જવાબદારી રહેનાર છે. આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ રમાનાર છે. જેના ભાગરૂપે એક આદર્શ ટીમ તૈયાર કરવાનો હેતુ રહેલો છે. કેપ્ટન કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી માટે આશરે 20 ટ્વેન્ટી-20 મેચ બાકી છે. આ 20 મેચોમાં તેમની સામે તમામ પાસા પર પ્રયોગ કરવામાં આવનાર છે. જેનો જવાબ ટીમ મેનેજમેન્ટને આગામી 13 મહિનામાં જ આપવાનો રહેશે. આ ગાળા દરમિયાન આઇપીએલનું આયોજન પણ કરવામાં આવનાર છે. નંબર ચાર પર કોણ બાટિંગ કરશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ રહેલી છે. સ્પીનર યજુર્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના ભાવિનો પણ ફેસલો થનાર છે. ઝડપી બોલર જશપ્રીત બુમરાહ સ્પીડ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. બંને ટીમો નીચે મુજબ છે. 
ભારત : વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિશભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની 
દક્ષિણ આફ્રિકા : ડીકોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન પોરટુઇન, હેન્ડિક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે , ફેલુકવાયો, પ્રિટોરિયસ, કગિસો રબાડા, શામ્સી, લિન્ડે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer