મહિ નદીના કાંઠે બનેલા વૈભવી બંગલાઓમાં પાણી પ્રવેશ્યાં

મહિ નદીના કાંઠે બનેલા વૈભવી બંગલાઓમાં પાણી પ્રવેશ્યાં
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 14 : મહિસાગર નદીમાં સતત વધી રહેલા પાણીનાં કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે. વાસદ મહિ નદીના કિનારે બનાવવામાં આવેલા વૈભવી બંગલાઓમાં મહિ નદીનાં પાણી ફરી વળ્યાં છે. 
મહિ નદી ઉપર આવેલા કડાણા ડેમમાં સાંજે 4-30 કલાકે પાણીની આવક 4,16,861  હતી અને જાવક 4,88,723 છે. જ્યારે પાનમ ડેમમાં 12,212 આવક અને 5538 જાવક હતી. જ્યારે વણાંકબોરી ડેમમાં 4,75,021 આવક અને 4,68,791 જાવક હતી. મહિ નદીમાં આવી રહેલાં પાણીના પગલે મહિ સાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહિ નદીની સપાટીમાં સતત થઇ રહેલા વધારાના કારણે કાંઠા વિસ્તારના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના કાંઠાના ગામોમાં ગમે ત્યારે પાણી પ્રવેશે તેવી શક્યતા છે. વાસદ મહિ નદી કાંઠે બનેલા વૈભવી બંગલાઓમાં મહી નદીના પાણી ઘૂસી ગયા છે. તે જ રીતે વડોદરા જિલ્લાના ફાજલપુર, સિંધરોટ વિસ્તારમાં પણ પાણી ગમે ત્યારે પ્રવેશે તેવી સ્થિતિ સર્જાઇ છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer