સનોજ શર્મા `કૌન બનેગા કરોડપતિ''નો પહેલો કરોડપતિ

સનોજ શર્મા `કૌન બનેગા કરોડપતિ''નો પહેલો કરોડપતિ
નવી દિલ્હી, તા. 14 : કૌન બનેગા કરોડપતિમાં યુવાન સનોજ શર્માએ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો જવાબ આપીને હોટસિટ ઉપર બેસવાનો મોકો મેળવ્યો હતો. કૌન બનેગા કરોડપતિમાં સનોજ એક કરોડ જીતનારી પહેલી વ્યક્તિ બન્યા હતાં. તેમજ 1 કરોડના સવાલનો જવાબ પણ ખબર હતી. તેમ છતા લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો. અમિતાભ બચ્ચને લાઈફ લાઈન લેવાનું કારણ પૂછ્યું તો કહ્યું હતું કે, પછીના પ્રશ્નમાં લાઈફ લાઈનનો ઉપયોગ કરી શકશે નહી એટલે એક કરોડ રૂપિયા માટેના પ્રશ્નમાં જ લાઈફ લાઈન ઉપયોગમાં લેશે. આ સાથે જ સનોજ શર્મા એક કરોડ જીતીને કૌન બનેગા કરોડપતિની વર્તમાન સિઝનમાં પહેલો કરોડપતિ બન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer