નાણાં પંચે સંદર્ભ શરતો બદલવા પૂર્વે સીએમ સાથે મસલત કરવી જોઈતી હતી : મનમોહન

નવી દિલ્હી, તા. 14: પંદરમાં નાણાંપંચના વિષયો અને સંદર્ભ શરતોમાં ફેરફાર કરવા પૂર્વે કેન્દ્ર સરકારનાં મંતવ્યો મેળવવા જોઇતા હતા એમ જણાવી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે એ ફેરફારોને એકપક્ષીય ગણાવી ટકોર કરી હતી કે આવી એકપક્ષીય વલણ, સમવાયી નીતિ અને સહકારી સમવાયિતા માટે સારી નથી. 1પમા નાણાં પંચ સમક્ષના અતિરિક્ત વિષયો અને રાજ્યો પર તેની સંભવિત અસરો વિશેના રાષ્ટ્રીય પરિસંવાદમાં બોલતાં સિંહે આમ જણાવતા કહ્યું હતું કે સરકાર પંચના વિષયો અને શરતો ફેરફાર કરવા માગતી હોય તો શ્રેષ્ઠ માર્ગ એ હતો કે તે અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદ - જે હવે નીતિ આયોગના નેજા હેઠળ યોજાય છે - નું સમર્થન મેળવવું જોઈતું હતું.
પંચની ભૂમિકા વિશે તેમણે કહ્યું હતું આરોગ્ય, શિક્ષણ અને અન્ય મહત્ત્વના વિષયો માટે ફાળવણી, પર્યાવરણ રક્ષણ જેવા કેટલાક પાયાના મુદ્દે તમામ રાજ્યો અધિકૃત હિત ધરાવે છે. આવા તમામ પ્રશ્ને કામ પાડવા બૃહદ રાષ્ટ્રીય સર્વસંમતિ ઉભી કરવા સરકારે મથવું જોઈતું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer