જમ્મુ-કાશ્મીર : અમેરિકી સાંસદોનો ભારત-પાકમાંના દૂતોને પત્ર

વોશિંગ્ટન, તા.14: જમ્મુ કાશ્મીરમાંની પરિસ્થિતિ અંગે અમેરિકાના સાત જેટલા સાંસદોએ ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને નવી દિલ્હી તથા ઈસ્લામાબાદમાંના અમેરિકી રાજદૂતોને ભારત-પાક વચ્ચેના તનાવ શમાવવાના શકયતમ પ્રયાસો કરવા વિનંતી કરી છે.નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાંના અમેરિકી દૂતો અનુક્રમે કેનેથ જસ્ટર અને પોલ ડબ્લ્યુ જોન્સને પાઠવેલા પત્રમાં આ સાંસદોએ જણાવ્યું હતુ કે આ કટોકટીના પરિણામે ભારત અને પાક વચ્ચેના સંબંધો નાજુક રહેવાનો ખતરો છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer