ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો 17 પૉઇન્ટનો કૂદકો

નરમ અર્થતંત્ર માટે સારા સમાચાર
નવી દિલ્હી, તા.14: હાલ ભારતમાં ચાલી રહેલી મંદી અને નરમ અર્થતંત્રમાં એક પ્રોત્સાહક સમાચાર આવ્યા છે કે ગ્લોબલ ઇકોનોમીક ફ્રીડમ ઇન્ડેકસમાં ભારતે 17 પોઇન્ટનો કુદકો લગાવ્યો છે.
ભારત આ ઇન્ડેકસમાં ગયા વર્ષે 96 પોઇન્ટ ઉપર હતું જે હાલ 79 પોઇન્ટ ઉપર આવી ગયું છે. ત્રોતોને પસંદ કરવા અને પૂરા પાડવાની સ્વતંત્રતા, વ્યવસાયમાં સ્પર્ધા, વ્યાપારનું  ખુલ્લાપણુ અને મિલકતના અધિકારોના કાયદેસરના રક્ષણ એ આર્થિક પ્રગતિના કેન્દ્રવર્તી ઘટકો છે એમ જાણીતા અર્થશાત્ર સુધાન્સુ નીમાએ જણાવ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer