ઝીરોના જંગમાં સંબિત પાત્રાનો પ્રિયંકા ગાંધી ઉપર પ્રહાર

નવી દિલ્હી, તા. 14 : એક ટીવી ડિબેટમાં કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભ સાથે ભાજપ નેતા સંબિત પાત્રાની ઝીરોને લઈને જોરદાર દલીલો થઈ હતી. હવે આ જંગ ટ્વીટરમાં પણ શરૂ થઈ છે. કાર્યક્રમમાં પાંચ ટ્રીલિયન ડોલરના અર્થતંત્રને લઈને ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સંબિત પાત્રાને ઘેરતા વલ્લભે સવાલ કર્યો હતો કે પાંચ ટ્રીલિયનમાં કેટલા ઝીરો આવે છે. આ મામલે ઉગ્ર દલીલ થઈ હતી. હવે ઝીરોના જંગમાં સંબિત પાત્રા પ્રિયંકા ગાંધી ઉપર પ્રહાર કર્યા છે. એક ટ્વીટનો ક્રીન શોટ અપડેટ કરી સંબિત પાત્રાએ કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી નથી કે ઝીરો સિવાય બીજું કોઈ જ્ઞાન ન હોય. વધુમાં રોબર્ટ વાડ્રા પણ નથી કે જેને ઝીરો જોડવા સિવાય કંઈ નથી આવડતું. પ્રિયંકાને સવાલ પુછતા પાત્રાએ કહ્યું હતું કે, વાડ્રાએ ઈડીને કહ્યું હશે કે તેમના ખિસ્સામાં કેટલા ઝીરો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer